KISAN Mobile App Launched By IIT Roorkee In Uttarakhand

By | February 26, 2022

About ‘KISAN’ Mobile App

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકી (IIT રૂરકી) એ ખેડૂતો માટે ‘કિસાન’ નામની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે.
  • આ એપના માધ્યમથી ખેડૂતોને કૃષિ – હવામાન વિષયક સલાહકાર સેવાઓ પૂરી પાડવામાં આવશે.
  • રૂરલ એગ્રિકલ્ચરલ વેધર સર્વિસ (GKMS) પ્રોજેક્ટ હેઠળ IIT રૂરકી દ્વારા ખેડૂત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ કાર્યક્રમમાં દહેરાદૂન, હરિદ્વાર અને પૌડી ગઢવાલ જિલ્લાના ખેડૂતો હાજ૨ રહ્યા હતા. ભાગ લેનારા ખેડૂતોને એગ્રોમેટ એડવાઇઝરી સેવાઓ વિશે શીખવવામાં આવ્યું હતું, જે ભારતીય હવામાન વિભાગ (IMD) અને AMFU રૂરકી દ્વારા સંયુક્ત રીતે પ્રદાન કરવામાં આવે છે.
  • હરિદ્વારના છ બ્લોકના ખેડુતોને પહેલાથી જ અઠવાડિયામાં બે વાર એગ્રોમેટ સલાહકાર સેવાઓ આપવામાં આવી રહી છે.
  • આ કિસાન એપના માધ્યમથી મોબાઈલ ફોન દ્વારા બુલેટીન એક્સેસ કરી શકાશે. આ એપની એક વિશિષ્ટ વિશેષતા એ છે કે એડવાઇઝરી બુલેટિન અને હવામાનની આગાહી માત્ર તે જ બ્લોક માટે પ્રદર્શિત કરવામાં આવશે જેની પસંદગી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
  • ખેડૂતો તેમને મળતા બુલેટિન વિશે પ્રતિસાદ શેર કરી શકે છે, જે બદલામાં વધુ સારી સેવાઓ પ્રદાન કરવામાં મદદ કરશે. આ એપને ખેડૂતોની જરૂરિયાત અનુસાર અપડેટ કરવામાં આવશે.

One thought on “KISAN Mobile App Launched By IIT Roorkee In Uttarakhand

Leave a Reply

Your email address will not be published.